ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના દેગામ ગામ નજીક ચીખલી રોડ સરહા લાઈનસ્ટેશન પાસે આવેલ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં નજીક પાર્ક કરેલી ટ્રક આગની ઝપેટમાં આવી જતા ટ્રક બળીને ખાખ થઇ જવાની ઘટના બનવા પામી હતી

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી દેગામ ગામ નજીક ચીખલી રોડ સરહા લાઈનસ્ટેશન પાસે આવેલ ટ્રાંરનશફોમર માં આગ લાગતાં નજીક પાર્ક કરેલી ટ્રક આગની ઝપેટમાં આવી જતા ટ્રક બળી જવા પામી હતી જોકે દેગામ ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ધટનાની જાણ ચીખલીના ખૂંધ ફાયર બ્રિગેડ વિભાગની ટીમને કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જોકે આ આગની ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઇ નથી. જેથી તત્રે રાહત નો દમ લીધો હતો અને આ આગ લાગવાની ઘટનાની જાણ દેગામ ગામના સરપંચ અને ઉપસરપંચને થતાં તેઓ સાથે ચીખલીના મામલતદાર સાહેબ શ્રી સાથે નાયબ મામલતદાર સાહેબના અધિકારીઓ તેમજ ચીખલી પોલીસ પી.આઈ. સહિત કર્મીઓ પણ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.