હાલોલ: ઉતરાયણના પર્વ નિમિત્તે પિતા સાથે મોટરસાયકલ હી ઉઓર બેસી ફુગ્ગા લેવા નીકળેલા પાંચ વર્ષના માસુમના ગળામાં પતંગની દોરી ઘસાઈ જતા બાળકનું ગળું કપાયું હતું. જેને સારવાર માટે તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પણ બાદ બાળકનું મોત નીપજ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ હાલોલના રાહત તલાવ ગામના પરેશભાઈ તેમના પાંચ વર્ષના દીકરા કુણાલને મોટર સાયકલ પર બેસાડી ફુગ્ગા અપાવવા પનોરોમાં યોકડી આવી રહ્યા હતા તે દરમિયાન તેઓની મોટરસાયકલ આગળ પતંગની દોરી આવી જતા આગળ બેઠેલા તેમેના બાળકના ગળામાં દોરી ઘસાઈ જતા તેનું ગળું કપાયું હતું. કુણાલ ને તાત્કાલિક સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા તેના કપાઈ ગયેલા ગળા ની સારવાર શરૂ કરી હતી પરંતુ ટૂંક જ સમયમાં તેનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ પરેશભાઈના પરિવારના સદસ્યોને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા, અને આક્રંદ કરી મુકતા ગમગીની છવાઈ હતી. હાલમાં બનાવની જાણ હાલોલ શહેર પોલીસને કરવામાં આવી છે.