માંડવી: વર્તમાન સમયમાં રમતગમતને લઈને આદિવાસી યુવાનો ક્રેઝ વધ્યો છે અને વિવિધ રમતોમાં પોતાની કૌશલ્યો બતાવવા યુવાનો થાનગની રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના મોરીઠા લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખો-ખો નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ખો-ખો રમતનું પ્રભુત્વ હાલમાં આખા વિશ્વમાં ચમકી રહ્યું છે ત્યારે આ રમતમાં મોટાભાગે આદિવાસી બાળકો ભાગ લઇ રહ્યા છે અને ભવિષ્યમાં વધુ બાળકો ભાગ લે એના માટે આદિવાસી સમાજના આગેવાનો તેમજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ રમત અને મહત્વ આપવામાં આવતો હોય છે ત્યારે લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ રમત નું આયોજન કરવામાં આવ્યું હતું
બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ટીમ વર્ગનું ઉત્તમ ઉદાહરણ ગણાતી આ રમત વર્ષોથી ભારતમાં રમાઈ રહેલી છે અને આગળ પણ રમાતી રહેશે અને દરેક ટીમો દ્વારા સરસ મજાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રન અપ ટીમને રૂપિયા 11, 111 અને વિજેતા ટીમને 21, 111 રૂપિયાથી સન્માનિત કરવામાં આવ્યું હતું. મોરીઠા લાયન્સના પ્રમુખ કમલેશભાઈ અને કનુભાઈ જેવા આગેવાનો હાજર રહ્યા હતા.

