કપરાડા: 500 રૂપિયા ન આપતા પત્નીએ આપઘાત કરી લીધાની ઘટનાએ હાલમાં કપરાડા તાલુકા ચકચાર મચાવી છે.. પતિ પાસે પેટ્રોલ નાખવા માટે માપના જે રૂપિયા હોવાથી પત્નીને 500 રૂપિયા ન આપતાં અને ઘરે ચાલતા જવાનું કહેતા..ખોટું લાગી આવતાં ઝેરી દવા પાઈન આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના અસલકાંટી ગામમાં રહેતા ખેડૂત દંપતી સરિતા અને ભરત રાથડ રોહિયાળ જંગલના હાટ બજારમાં ખરીદી કર્યા બાદ ગામમાં આવેલા સરિતાના પિયર ગયા હતા. 10મી જાન્યુઆરીએ બપોરે બંને સાસરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં દમણગંગા નદી પાસે સસ્તિાએ કપડાં ધોયા. ત્યારબાદ તેણે પતિ પાસે ઘરખર્ચ માટે 500 રૂપિયાની માંગણી કરી, પરંતુ પતિએ પેટ્રોલ ભરાવવાના પૈસા હોવાનું કહી ના પાડી અને પત્નીને ચાલતા ઘરે જવાનું કહ્યું. આ વાતથી નારાજ થયેલી સરિતા અડધે રસ્તેથી પાછી દમણગંગા નદીના કિનારે આવી અને ઝેરી પ્રવાહી પી લીધું.
સ્થાનિક લોકો આ બનાવ જોતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી પણ સરિતાને પહેલા ઘરમપુરની સાઈનાથ હોસ્પિટલ અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. કપરાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.

