ચીખલી: જોગવાડ ગામમાં મધરાતે 12:52 કલાકે એક કદાવર દીપડાની હાજરીએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. દેસાઈ ફળિયામાં રહેતા શૌકત દેસાઈના ઘરના કમ્પાઉન્ડમાં લગાવેલા CCTV કેમેરામાં દીપડો કેદ થયો હતો.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ શેરડી અને ઘાસની કાપણી બાદ સીમ વિસ્તારમાંથી દીપડાઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવે છે. દીપડાઓ નીચે વળીને કામ કરતા ખેડૂતો, નાના બાળકો, કૂતરા, ભૂંડ અને મરઘાંને શિકારની નજરે જુએ છે
વર્તમાન સમયમાં દીપડાના ભયના લીધે લોકો પોતાના ઘરો પાસે CCTV કેમેરા લગાવવાનું શરૂ કર્યું છે, જેનાથી દીપડાની હલચલ પર નજર રાખી શકાય છે અને પોતાનો જીવ ખતરામાં ન મુકાય. આ દીપડાને લઈને વન વિભાગ કેટલું સજાગ રહે છે અને કોઈ નિર્દોષની જાણ ન જાય એની કાળજી સ્વરૂપે શું પગલાં ભારે છે તે જોવું રહ્યું.

