પારડી: ગતરોજ વલસાડ જિલ્લાના પારડીમાં સિવિલ કોર્ટના નવા અને અધ્યતન બિલ્ડીંગના ભૂમિપૂજન માટે પધારેલા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેન ન્યાયતંત્રની શક્તિ છેવાડાના માનવીએ ન્યાય પ્રણાલીમાં રાખેલા વિશ્વાસમાં રહેલી છે.
આ પ્રસંગે જસ્ટિસ સંગીતા વિશેન કહ્યું કે ન્યાયતંત્રની શક્તિ છેવાડાના માનવીએ ન્યાય પ્રણાલીમાં રાખેલા વિશ્વાસમાં રહેલી છે. ન્યાયતંત્રની ભૂમિકા કાયદાના શાસનનું રક્ષણ કરવાની છે. બંધારણના આત્માને જીવંત રાખવા ન્યાયને સુલભ બનાવવો જરૂરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે મારા પ્રથમ બજેટમાં જ પારડી કોર્ટના બિલ્ડીંગના નિર્માણની જાહેરાત કરી હતી.પહેલા અંગ્રેજો સમયના કાયદાઓ ચાલતા હતા,પરંતુ હવે સાયબ્રર ક્રાઇમ સહિતના કેસો માટે જોગવાઓ ન હતી. જેથી અનેક કાયદાઓ બદલાયા છે.નવા કોર્ટ બિલ્ડીંગ થકી જૂના કેસોનો ઝડપી નિકાલમાં ફાયદો થશે.
આ કાર્યક્રમમાં પારડી બાર એસો. પ્રમુખ ભરત પટેલ, દિનેશભાઈ શાહ, પ્રશાંત દેસાઈ, વિ.કે.પાઠક પિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ વલસાડ, વલસાડ ડિસ્ટિકના. ડી.જે શાહ એડી. ડીસ્ટ્રીકટ જજ, હિતેશકુમાર પટેલ, વરિષ્ઠ વકીલ જવાહર દેસાઈ, પ્રિન્સીપલ સીવીલ જજ પારડી અમિતકુમાર સીંગ, સહીત જિલ્લાના 30 ન્યાયધીશો તેમજ પારડી વકીલ મંડળના સભ્યો ઉપસ્થિ રહ્યા હતાં.