અમદાવાદ: ગુજરાતમાં એચએમપીવી ના બે કેસ નોંધાયા છે. આ વાયરસ બાળકોને આસાનીથી શિકાર બનાવી શકે છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતની કેટલીક શાળાઓમાં સેફ્ટીના ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

Decision news એ મેળવેલી જાણકારી મુજબ જો વિધાર્થીઓમાં શરદી-ખાંસીના લક્ષણો દેખાય તો વાલીઓને શાળાએ ન મોકલવા વિનંતી કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર ગાઇડનલાઇન જાહેર કરવામાં આવી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિવિલ સત્તાવાળાઓ દ્વારા 15 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દવા, સ્ટાફ, ટેસ્ટિંગ કિટ વગેરેની વ્યવસ્થા કરવમાં આવી છે. આ ઉપરાંત તમામ જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓક્સિજન માટેની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.