ચીખલી:સુરખાઇ ગામે જૂની અદાવત રાખી પિતા-પુત્ર એ કાકાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી તાલુકાના સુરખાઈ આહીરવાસ વચલા ફળિયામાં રહેતા ફરિયાદી ઠાકોરભાઈ મકનભાઈ આહીર (ઉ.વ.48) જે રવિવારના રોજ ઘરની પાછળના ભાગે હોય તે દરમિયાન કાકા ભાઈ રમેશ ભલાભાઈ આહીર અને તેનો પુત્ર ચેતન રમેશ આહીરે જૂની અદાવત રાખી ગાળો આપી હતી.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ બાબતે ઠાકોરભાઇ ગાળો ન આપવા જણાવ્યું હતું. તું મારા છોકરાને ખાય ગયો છે તેમ જણાવી ચેતન આહીર કુહાડી લઈ મારવા દોડતા તે સમયે ઠાકોરભાઈ આહિરે કુહાડી પકડી લેતા લાત મારીને નીચે પાડી દઈ બન્ને ભેગા થઇ લાત વડે તેમજ ઢીક્કા- મુક્કીનો માર મારતા આજુબાજુના લોકો દોડી આવી વધુ મારથી બચાવ્યો હતો.

દરમિયાન આ પિતા-પુત્ર જતા જતા જણાવ્યું કે આજે તો તમે બચી ગયા છો પરંતુ પાછા લાગમાં આવશે તો તમને પતાવી દઈશું તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં પોલીસે પિતા-પુત્ર રમેશ ભલાભાઈ આહીર તથા ચેતન રમેશભાઇ આહીર સામે ગુનો નોંધી પીએસઆઇ એચ.એસ.પટેલ કરી રહ્યાં છે.