ઝઘડિયા: ભરૂચ, વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં બેફામ રીતે રેતીખનન ચાલી રહયું છે ત્યારે લીઝધારકો વચ્ચે હવે હદનો વિવાદ ઉભો થયો છે. થોડા મહિનાઓ પહેલાં ઝઘડિયા અને કરજણના લીઝધારકો વચ્ચે મારામારીની ઘટના પણ બની હતી.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ કરજણની લીઝ હોવા છતાં ઝઘડિયાના ટોઠીદરા સહિતના ગામોમાંથી રેતીખનન કરાતું હોવાની ફરિયાદ કલેકટરને કરાઇ છે. ટોઠીદરાના રહીશોએ આપેલાં આવેદનમાં જણાવ્યાં મુજબ કરજણ તાલુકાની પુરા ગામે ભરત દુધાગરા તથા ભુપેન્દ્રસિંહ ચાવડા નઓની લીઝ ચાલી રહી છે,
આ લીઝો વડોદરા જિલ્લામાં ચાલે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં તેમના ગામોમાંથી કોઈપણ જાતની રેતીની રોયલ્ટી લીધા વગર રાત દિવસ રેતીનું ખનન અને વહન કરે છે. રેતીની ટ્રકોની અવરજવરના લીધે ગામના રસ્તાઓ તૂટી ગયાં છે તથા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. રેતીના લીઝધારકો તેમની હદમાં જ રેતી ખનન કરે તેવી રજૂઆત પણ કલેકટરને કરવામાં આવી છે. ઝઘડિયાના ટોઠીદરાના રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું.