ગુજરાત: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, તેની આગાહી કરી છે. તેમણે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠા અને ઠંડીનું જોર ફરી વધરો તેની આગાહી કરી હતી.અંબાલાલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. બરફિલા તોફાન થશે. એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો થશે.ગુજરાતમાં પણ અસર થરો. 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે, એટલે કે આજથી 8 જાન્યુઆરી સુધીમાં ફરી ઠંડીનો એક રાઉન્ડ આવશે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ 9 થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9થી 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી, રાજકોટના ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. તારીખ 12થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ રાકે છે. જેથી પતંગરસીયાઓની મજા બગડશે. 27મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની રશરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે.ઉત્તરાયણના દિવસે ભારે પવન ફૂંકાશે: અંબાલાલ પટેલે કહ્યું કે, આ ઉપરાંત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે. ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.

કમોસમી વરસાદ થવાની શક્યતા: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઇ થી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં પવનો આવશે.