વલસાડ: 04 જાન્યુઆરી 2025 ના રોજ ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન બાગાયત ખાતું વલસાડ અને આદિ ફલધરા ફાર્મર પ્રોડયુસર કંપની લિમીટેડ ફલધરા દ્વારા આયોજીત ખેડૂત ભાઈઓ-બહેનો માટે આવક વધારવા માટેની ચર્ચા-વિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision  News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ખેતીમાં શું કરીએ તો આવકમાં વધારો કરી શકાય ? બાગાયત અથવા ખેતીવાડી વિભાગમાંથી સહાય (સબસીડી) મદદ કેવી રીતે મળે તેની ચર્ચા સફેદ મુસળી, લીલી ચા, પતેડીયાના પાતરા, ફૂલ અલગ અલગ પ્રકારની ભાજીઓ, લીમડી વગેરેમાંથી રોજીંદી આવક કેવી રીતે મળે તે વિશે ચર્ચા કરાશે. ખૂબ જ ઓછી જમીનમાં કેવી રીતે ખેતી કરી આવકમાં વધારો કરી શકાય તેની વિસ્તૃત ચર્ચાઓ ખેડૂત અને અધિકારીઓ સાથે સવાલ જવાબ આપવામાં આવે છે. આ પ્રસંગે  પધારવા સૌ ખેડૂત ભાઈઓ-બહેનોને આમંત્રણ છે.

આ કાર્યક્રમ વી માર્ટ મોલની ઉપર, ફલધરા દૂધ ઉત્પાદક મંડળી, ફલધરા ખાતે 04 જાન્યુઆરી 2025 ના રોજ સમય સવારે 10:30 કલાકે શરૂ થશે. આમંત્રિત મહેમાનો શ્રી નિકુંજ પટેલ (નાયબ બાગાયત નિયામક વલસાડ.) ડૉ. વિશાલ ધાડગે (બાગાયત અધિકારી વલસાડ તાલુકો.) શ્રીમતિ સોનલી બંડેકર (DDM-નાબાર્ડ વલસાડ.) શ્રી મહેન્દ્ર આહિર (શાખા પ્રબંધક ગ્રામીણ બેંક ફલધરા) ડૉ. હેમંત પટેલ (સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર) શ્રીમતિ નીતાબેન પટેલ (આહવા ડાંગ.) શ્રી નિલમ પટેલ (ફાઉન્ડર લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા.) આ કાર્યક્રમ વિષે વધુ માહિતી માટે શ્રી કમલેશભાઈ પટેલને 81289 84920 નબર પર સંપર્ક કરી શકો છો.