ચીખલી: રાજ્ય અને જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડીરાત્રી દરમ્યાન અનેક નાના મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે ગત મોડી રાત્રીના અંદાજિત 12.30 વાગ્યા ના સમયે સાપુતારાથી સુરત તરફ જતી ઇનોવા કાર GJ.05.JE.9309 ચીખલીના રાનકુવા રેલ્વે ફાટકના રસ્તા પર ઊભા પોલ સાથે અથડાતા ઇનોવા કાર પલ્ટી મારી ગઈ અને કારમાં મોટું નુકસાન થયું હતું, અને કારની સેફ્ટી એર બેગ ખુલ્લી જતા કારચાલક અને બીજા એક વ્યક્તિનું ચમત્કારિક બચાવ થઈ ગયો હતો.

આ મોડી રાત્રીના અકસ્માતની ઘટના સમયે Decision news ત્યાંથી પસાર થતા અકસ્માતનું કારણ અને તારણ સ્પષ્ટ બહાર આવ્યું કે રેલ્વે ફાટકના બંને બાજુ મસ મોટાં બમ્પર હોય અને તેની પર વ્હાઈટ પટ્ટા નો અભાવ અને રેલવેની બંને બાજુ સ્ટ્રીટ લાઇટ નો અભાવના કારણ કે રાત્રિ સમય દરમ્યાન પસાર થતા અજાણ્યા વાહન ચાલકોને બમ્પર પર પટ્ટાના હોવાના કે ઝાંખા પડી ગયેલા વ્હાઈટ પટ્ટાના કારણે બમ્પર દેખાતો નથી અને રેલવે ફાટક અને મસ મોટા બમ્પર ના લીધે ફાટકના બંને બાજુ સ્ટ્રીટ લાઇટ હોવી જરૂરી છે.

કાર ચાલક ને રાત્રિ સમય દરમ્યાન બમ્પર નજરમાં ના આવતા બમ્પર પરથી ઊછળી ને રેલ્વેના પોલ સાથે અથડાઈ જોકે રેલ્વે ની બને બાજુ રેલ્વેના પોલ પણ રસ્તાની કોર પર હોવાથી ગાડી રેલ્વે પોલ સાથે અથડાઈ પલ્ટી મારી સદનસીબે કારમાં સવાર બંને વ્યક્તિનો ચમત્કારિક બચાવ થઈ ગયો હતો.પણ આ રેલ્વે ફાટક ના બંને બાજુના બમ્પ પર વ્હાઈટ પટ્ટા અને બંને બાજુ સ્ટ્રીટ લાઇટ ની સુવિધા ક્યારે થશે કે પછી જૈસે થે જેવી પરિસ્થિતિ રહેશે અને નિર્દોષ વાહન ચાલકો નો જીવ લેશે.જો બમ્પર પર વ્હાઈટ પટ્ટા અને ફાટક ની બંને બાજુ સ્ટ્રીટ લાઇટ મુકાઈ તો આ ગંભીર સમસ્યા નું સમાધાન થાય તેવી શક્યતાઓ વર્તાય રહી છે.