રાજપીપળા : ગરુડેશ્વર ના વાંસલા ગામ પાસે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે બે યુવાનો બાઇક પર આવ્યા અને એક યુવાનને ગાળાના ભાગે ધારિયાના ઉપરા છાપરી 3 ઘા મારી હત્યા કરી કેરોસીન છાંટી સળગાવવાની કોશીશ કરતા સ્થાનિક લોકો દોડી આવતા બને હત્યારાઓ ભાગી ગયા હતા. પોલીસને હજુ કોઈ કારણ મળ્યું નથી પરંતુ હત્યારા ને શોધવા પોલીસે ટીમો દોડાવી છે. પોલીસ અધીક્ષક પ્રશાંત સુમ્બે સહિત LCB, SOG ટીમો શોધખોળ કરી રહી છે…

Decision news ને પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામનો 35 વર્ષીય યુવાન ભિતેશ અમૃત તડવી ગામની બહાર મુખ્ય માર્ગ પરથી આવતો હતો. જેની કોઈ અંગત અદાવત કે કોઈ કારણ સર આ ભીતેશને માંરીનાખવાનું પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી. બપોરના સુમારે આ ભીતેસ મુખ્ય માર્ગપર હોવાની માહિતી મળતા અજાણ્યો ઈસમ હાથમાં ધારિયું અને કેરોસીન નું કારબૂ ભરીને સંપૂર્ણ તૈયારી કરી ને આવી ભીતેસ તડવી ને ઊભો રાખી કાંઈપણ કહ્યા વિના ઉપરા છાપરી ત્રણ ઘા ગળાના ભાગે મારી ઘટનાસ્થળે કરપીણ હત્યા કરી અને કેરોશીન નું કારબુ લઈ કેરોસીન છાંટી મૃતકને સળગાવે એ પહેલા નજીકના સ્થાનિક લોકો દોડી આવી પથ્થરો મારતા હત્યારો બાઈક લઈ ને ભાગી ગયો છે.

હત્યારાને શોધવા પોલીસે ટીમો દોડાવી છે. ઘટનાની ખબર પડતા SDPO કેવડીયા સંજય શર્મા ગરુડેશ્વર પી.આઈ અરુણ ગામીત, LCB PI આર જે ચૌધરી, SOG PI વાય.એ. સીરશાઠ સહિત ટીમો દોડી આવી હત્યારા ને શોધવા દોડધામ કરી રહ્યા છે. જોકે હજુ કારણ કોઈ ચોક્કસ પોલીસને મળ્યું નથી.