નર્મદા: નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રી મોદીએ જણાવ્યું હતું કે, લોકસેવા અને લોકકલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓ પહોંચાડવા બદલ વિવિધ વિભાગના અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી. વધુમાં વિકસિત રાષ્ટ્રના નિર્માણ ગુજરાતની સાથે નર્મદા જિલ્લાનું બહુમૂલ્ય યોગદાન થકી અસરકારક આયોજન સાથે આગળ વધવા પણ કેટલાંક રચનાત્મક સુચનો કર્યા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ જિલ્લા કલેક્ટરશ્રી મોદીના હસ્તે સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સ્વચ્છતા માટે જિલ્લાકક્ષાની ત્રણ કચેરીઓને બેસ્ટ, ઇમેર્જીંગ અને એસ્પાઈરિંગ એમ ત્રણ કેટેગરીમાં પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત આવી હતી. જેમાં જિલ્લા ચૂંટણી તંત્ર,સહાયક નીરિક્ષકની કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી,સાફસફાઈ,જાળવણી અને નિભાવણી સહિતની અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા પણ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી સુશાસન દિવસ નિમિત્તે રાજ્યના વહીવટી પારદર્શિતા,વહીવટી કાર્યક્ષમતા અને અસરકારતામાં વધારો, જવાબદારીઓ અને લોકભાગીદારી અંગેના માર્ગદર્શનને વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓની સાથે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મોદી સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ નિહાળ્યું હતું.
ડેડીયાપાડા તાલુકામાં ડેડીયાપાડા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ અન્ય તાલુકાના અધિકારી,કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. સ્વચ્છતાને કેન્દ્રસ્થાને રાખીને તાલુકાની ત્રણ કચેરીઓના અધિકારીઓને પણ સુશાસન દિવસે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે પ્રાયોજના વહિવટદારશ્રી હનુલ ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચેતનભાઈ સુથાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. કે. ઉંધાડ, પ્રાંત અધિકારીશ્રી ડો. કિશનદાન ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

