સેલવાસ: આદિવાસી સમાજની મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ લહારવી રહી છે ત્યારે આદિવાસી સમાજના ધોડિયા સમુદાયની મહિલાઓને ક્રિકેટની રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો દાદરા નગર હવેલી ધોડિયા સમાજ દ્વારા ખડોલી-ધોડીપાડા વિસ્તારમા ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે ધોડિયા સમાજના અગ્રણી ઉત્તમભાઈ પટેલ,મોહનભાઇ પટેલ,સુરેશભાઈ પટેલ, શૈલેષભાઇ, ઘનશ્યામ ભાઈ પટેલ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં સ્મિતા ઇલેવન અને સવિતા ઇલેવન વચ્ચે રમાઈ હતી સાથે સમુહમાં તુર થાળી પર નાચવાનો અને સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્યો હતો.

સમાજની મહિલાઓએ જણાવ્યુ કે અમારી જિંદગી તો ઘરમાં ચૂલો ફુંકવામાં જશે એવુ લાગતુ હતું પરંતુ સમાજના અગ્રણીઓ દ્વારા અમને લોકોને ક્રિકેટ રમવાનો જે મોકો આપ્યો છે જેના કારણે અમને આનંદની લાગણી અનુભવ્યે છીએ. ફાઇનલમા વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યાં હતાં.