PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક પોસ્ટ શેર કરી  છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી ધોરણ 10માં બોર્ડની પરીક્ષા નહીં થાય. આ  મેસેજ કેબિનેટે નવી શિક્ષણ નીતિ (નવી શિક્ષણ નીતિ 2023)ને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Decision News ને મળેલી વિગતો મુજબ નવી શિક્ષણ નીતિ: 1. નર્સરી-4 વર્ષ    2. જુનિયર કેજી-5 વર્ષ  3. Sr KG-6વર્ષ  4. ધોરણ 1 લી-7 વર્ષ 5 .ધોરણ 2જી @ 8 વર્ષ  ત્રણ વર્ષની તૈયારી  6. ધોરણ 3જી-9 વર્ષ 7. ધોરણ 4થી-10 વર્ષ 8. ધોરણ 5મું -11 વર્ષ ત્રણ વર્ષ મધ્ય 9. ધોરણ 6- 12 વર્ષ 10. ધોરણ 7મું – 13 વર્ષ 11. ધોરણ 8મું -14 વર્ષ ચાર વર્ષ માધ્યમિક 12. ધોરણ 9મું- 15 વર્ષ 13 .ધોરણ SSC-16 વર્ષ  14 .ધોરણ FYJC- 17 વર્ષ 15 .STD SYJC-18 વર્ષ  વધુમાં બોર્ડ ફક્ત ધોરણ 12 માં લેવામાં આવશે. કોલેજની ડિગ્રી 4 વર્ષની રહેશે. ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે.

પરીક્ષા 9 થી 12 ધોરણ સુધીના સેમેસ્ટરમાં લેવામાં આવશે. શાળા શિક્ષણ 5+3+3+4 ફોર્મ્યુલા હેઠળ ભણાવવામાં આવશે. કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. એટલે કે તમને ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં પ્રમાણપત્ર, બીજા વર્ષમાં ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે. 3 વર્ષની ડિગ્રી એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા નથી. જ્યારે ઉચ્ચ શિક્ષણ કરતા વિદ્યાર્થીઓએ 4 વર્ષની ડિગ્રી કરવાની રહેશે. 4 વર્ષની ડિગ્રી કરતા વિદ્યાર્થીઓ એક વર્ષમાં MA કરી શકશે.

MA વિદ્યાર્થીઓ હવે સીધા PHD કરી શકશે.  ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં 50 ટકા થશે. નવી શિક્ષણ નીતિ હેઠળ, જો કોઈ વિદ્યાર્થી એક કોર્સની વચ્ચે બીજો કોર્સ કરવા માંગતો હોય, તો તે મર્યાદિત સમય માટે પહેલા કોર્સમાંથી બ્રેક લઈને બીજો કોર્સ કરી શકે છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પણ ઈ-કોર્સ શરૂ કરવામાં આવશે. વર્ચ્યુઅલ લેબ વિકસાવવામાં આવશે. નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક ફોરમ (NETF) શરૂ કરવામાં આવશે. દેશમાં 45 હજાર કોલેજો છે. સરકારી, ખાનગી અને ડીમ્ડ તમામ સંસ્થાઓ માટે સમાન નિયમો હશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here