પારડી: પારડી નેશનલ હાઇવે પર સાંઈ દર્શન ટ્રાવેલ્સ કંપનીની બસ 20થી 25 પેસેન્જર બેસાડીને સુરત તરફથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે રાત્રિના પારડી દમણીઝાપા ભારત પેટ્રોલ પંપની સામે મોટા વાહનમાં અથડાતા ગંભીર અકસ્માત થયો હતો.

Decision news ને મળેલી માહિતી મુજબ પારડી નેશનલ હાઇવે પરથી ગુરૂવારે રાત્રીના GJ05-BX1100 નબરની સાંઈ દર્શન ટ્રાવેલ્સ કંપનીની 20 થી 25 મુસાફરોથી ભરેલ બસ સુરત તરફથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે પારડી દમણીઝાપા ભારત પેટ્રોલ પંપની સામે નેશનલ હાઇવે 48 પર બસ આગળ ચાલતા ટ્રક જેવા મોટા વાહનમાં અથડાતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

બસમાં મુસાફરો નીંદર માણી રહ્યા હતા ત્યારે અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ મુસાફરોના જીવ ટાળવે ચોટી ગયા હતા. ઘટનાની ખબર મળતા જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ક્લીનર અને 5-6 મુસાફરો ગંભીર ઘવાતા નજીકની હોસ્પિટલમાં સારવારને લઈને ખસેડાયા હતા. બીજા મુસાફરો નસીબજોગે બચી ગયા હતા. અકસ્માતમાં બસનો કચ્ચરણઘાણ થઈ ગયો હતો. અકસ્માત ઓવરટેક કરવાની ઉતાવળમાં થયો હોવાનું માલૂમ પડયું  છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here