ગુજરાત: મુખ્યમંત્રી રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. જેમાં કલેકટર ડીડીઓ કોંફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેકટર ડીડીઓના કલાસ લીધા હતા.

અધિકારીઓને ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ-લોકસંપર્ક કરવા ટકોર અધિકારીઓને ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ અને લોકસંપર્ક કરવા ટકોર કરી છે. એટલું જ નહીં, કોઈ જિલ્લાઓની રજુઆત ગાંધીનગર સુધી ન આવે તેવી કામગીરી કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું છે. સરકારના પરિપત્રો- નિયમોનું જિલ્લાઓમાં અલગ-અલગ અર્થઘટન ન થાય તેની તાકિદ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. ઝિરો ટોલરેન્સ અગેઈન્સ્ટ કરપ્શન પર ભાર મૂકવા સીએમે ટકોર કરી છે. પારદર્શિતા અને પ્રમાણિક્તાથી લોકહિત કામો કરવા પણ કલેકટર અને ડીડીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે.

જિલ્લાઓની રજુઆત ગાંધીનગર સુધી ન આવે તેવી કામગીરી કરો! મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, સરકારના પરિપત્રો નિયમોનું અલગ અલગ અર્થઘટન જિલ્લાઓમાં થવું ન જોઈએ જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યવસ્થા સ્થાયી છે કોઈ વ્યક્તિ કે તેનું પદ સ્થાયી નથી, એટલે સેવાકાળ દરમિયાન જનહિતના કામો પારદર્શિતા અને 100 ટકા પ્રમાણિકતાથી કરીને પદની ગરિમા-સ્ટેટસ ઊંચું લાવવાનો વિચાર જ પ્રાથમિકતા હોવો જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here