દિલ્લી: દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જોડે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ, ઉમરગામના ધારાસભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને હાલે ચાલી રહેલા શિયાળા સત્ર દરમ્યાન દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, કપરાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી માધુભાઈ રાઉત એ શુભેચ્છા મુલાકાત કરી આદરણીય પ્રધાનમંત્રીજી પાસે માર્ગદર્શન મેળવ્યું હતું, આ તબક્કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ધારાસભ્યશ્રી એ કરેલા કાર્યોના જુના સંસ્મરણો યાદ કરી વર્તમાન સમયમાં સાંસદશ્રી અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓની કામગીરીને બિરદાવ્યા હતા, તેમજ જિલ્લા ભાજપ સંગઠનની કામગીરીને બિરદાવી હતી.
આદરણીય વડાપ્રધાનશ્રી એ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે વલસાડ જિલ્લાના વિકાસ કાર્યો અંગે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડયું હતું, વલસાડ જિલ્લાના અનેક જુના સંનિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓને સાથેના એમના સંસ્મરણો યાદ કર્યા હતા.