વલસાડ: આજરોજ બાળકો પ્રત્યે શિક્ષકોની બિન કાળજીને અવારનવાર કિસ્સાઓ બહાર આવતા હોય છે ત્યારે વધુ એક વલસાડ જિલ્લાના ભટેલી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષણગણની બાળકો પ્રત્યેની ગંભીર બેકાળજી માટેની બાબતે રજુવાત કરવામાં આવી હતી.

Decision News ને ફરિયાદ કરનાર જણાવે છે કે હું હરિશભાઈ બાવાભાઈ ટંડેલ, રહેવાસી, ભદેલી દેસાઈ પાર્ટી, નવીનગરી, વલસાડ, તા.જી.વલસાડ રહું છું. સદર મારુ બાળક રુદ્ધ કરીશભાઈ ટંડેલ જે ભદેલી મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-5 માં અભ્યાસ કરે છે. મારું બાળક તારીખ : 14/12/2024 ના શનિવારના રોજ સવારે શાળામાં રાબેતા સમય મુજબ ગયું હતું શાળામાં રીવીસ દરમ્યિાન 10 વાગ્યે શાળાના અન્ય બાળકો સાથે રમત રમતા હતાં. ત્યારે શાળાનો દરવાજો ખુલ્લો હતો. એ શાળાના આચાર્યશ્રીને અને શાળાનાં અન્ય શિક્ષણગણની જાણો કે એમની કોઈપણ બાળકો પ્રત્યે જવાબદારી ન હોય તેમ એમના મોબાઈલમાં વ્યસ્થ હતા, જેના લીધે બાળકો રીસેશ દરમ્યિાન દરવાજો ખુલ્લો હોવાને કારણે અન્ય બાળકો સાથે ચોતરા પર રમવા ગયા હતા. જેના લીધે અન્ય બાળકો સાથે રમતા રમતા બીજા બાળકો મારા બાળકને ધકકો માર્યો હતો. જેના લીધે મારા બાળકને ગંભીર ઈજા થઈ હતી અને 12 થી 13 ટાંકા માથાના ભાગે આવ્યા હતા તેમ છતા શાળાના આચાર્યશ્રી અને શિક્ષણકગણની ગંભીર બેદરકારીને લીધે આરોગ્ય સરકારીમાં લઈ ગયા હતા પછી અમે ત્યાં જઈને અમિત હોસ્પિટલ વલસાડમાં લઇ ગયા હતા આપ સાહેબશ્રીને જણાવવાનું કે આ શાળામાં આવી ઘટના અગાઉ પણ બની હતી પણ આચાર્યશ્રી અને શિક્ષણગણ વાતમાં ભમરાવીને સમાધાન કરીને મોકલી આપે છે. અને આ ગામના વાલી અભણ હોય એ લોકોની વાતમાં આવી જાય છે. એના કારણે આવી ઘટના અનેકવાર બનતી રહે છે. અને ભવિષ્યમાં પણ બનતી રહેશે. આ ગામમાં મોટે ભાગના લોકો આદિવાસીની વસ્તી હોવાથી અને શિક્ષણપ્રત્યે અજાણ હોવાથી શાળા પ્રત્યે કોઇ ફરિયાદ થશે પણ નથી. અને ભવિષ્યમાં પણ થશે નહિ જેના લીધે શાળામાં દરવર્ષે બાળકોની સંખ્યામાં ઘટાડો થતો રહેશે. અને આવુ જ ચાલતુ રહેશે તો આ શાળામાં આચાર્ય શ્રી અને શિક્ષણગણની બેદરકારીના લીધે ભવિષ્યમાં આ શાળાને બંધ કરવાનો વારો આવશે શાળામાં આચાર્યશ્રી અને શિક્ષકગણને સરકાર તરફથી આટલો મોટો પગાર આપવામાં આવે છે તેમ છતા એ લોકોને એવુ કે આ શાળા બંધ થશે તો અન્ય શાળામાં નોકરી મળી જશે એવું માને છે.

જયારે મારુ બાળક આ શાળામાં ભણતુ હતુ ત્યારે અન્ય શાળામાં અમે વલસાડ લઈ જવાના હતા ત્યારે આ શાળાના આચાર્યશ્રી અમને ખાતરી આપી હતી કે તમે તમારુ બાળકને આજ શાળામાં ભણવવા માટે જબરજસ્તી કરી હતી. અને તમારા બાળકને આ શાળામાં કંઈ પણ થશે તો મારી આચાર્યશ્રી તરીકે અને શિક્ષકગણની જવાબદારી રહેશે એવું અમને જણાવ્યુ હતું આને લીધે એમના વિશ્વાસના લીધે મારે આજ શાળામાં પાછું બાળકને મુકવાની ફરજ પાડવાને લીધે પાછું શાળામાં મુકયુ હતું આપ સાહેબશ્રીને જણાવવાનું કે, આ શાળાની બાજુમાં જ ગામનું મોટુ તળાવ પણ આવેલુ છે. શાળાના રિસેશના સમયે બાળકો રમતા રમતા તળાવ પાસે પણ પહોંચી જાય છે. જેના કારણે બાળકોને કોઈ બાળકે ધકકો મારવાથી તળાવમાં પડી જાય ને બાળકને કંઈ થઇ જાય તો તેની જવાબદારી આચાર્યશ્રી અને શિક્ષકગણની લેશે કે એ લોકો તો રીસેશમાં મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. તો એની કોઈ જવાબદારી કોણ રહેશે. એમને સરકાર મોબાઇલમાં રચ્યા પમ્યા રહેવાનો પગાર આપે એવુ લાગે છે. બીજુ કે સાહેબ આ સ્કુલના બાળકો પાસે શાળામાં મંજુરી કામ પણ કરાવે છે ધાસચારો સાફ કરાવે છે. એમાં કોઈ જનાવર કડદી જાય તો એની જવાબદારી કોણ લેશે. આપ સાહેબશ્રીને વિનંતી કે મને આપ તરફથી ન્યાય મળશે એવી ખાતરી છે જો મને આપ તરફથી ન્યાય ન મળે તો મને માટે સોશિયલ મીડીયાનો સહારો લેવો પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here