દિલ્લી: લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના યુવા સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા લોકસભામાં ડાંગના વિસ્તારના શબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા તિર્થધામો ને પ્રવાસનમાં સમાવવા તેમજ વલસાડના તિથલ બીચ, નારગોલ બીચ, ઉમરગામ બીચ, સાપુતારા હિલ્સ, ડોન હિલ્સ સહિત વિલ્સન હિલ જેવા વલસાડ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળો ને ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવા વાત કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા જીના માધ્યમથી કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રીને પ્રશ્ન પુછી વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારમાં સતયુગ કાળથી ડાંગના વિસ્તારના શબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા તિર્થધામો ને પ્રવાસનમાં સમાવવા તેમજ વલસાડના તિથલ બીચ, નારગોલ બીચ, ઉમરગામ બીચ, સાપુતારા હિલ્સ, ડોન હિલ્સ સહિત વિલ્સન હિલ જેવા વલસાડ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળો ને ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે કે નહીં એ અંગે પ્રશ્ન પુછતા માન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માન. સાસદશ્રી દ્રારા ખુબજ મહત્વનો અને ઐતિહાસિક વિસ્તાર ના વિકાસ માટે નો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે, માન. મંત્રી શ્રી દ્રારા પ્રતિસાદ આપતા જણાવ્યુ હતુ કે જો રાજ્ય સરકાર આ સંદર્ભે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે તો જરુરથી આ વિષય પર વિચારવાનું અને ઘટતું કરવાની પુરી ખાતરી આપી હતી.
નજીકના સુત્રોનું કહેવું છે કે આવનારા દિવસોમાં માન. સાંસદ યુવા શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે અને વલસાડ ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું.