લોકવિરોધ: અપાર આઈડી જે આધારકાર્ડ અપડેટ સાથે સરકારી લાભ માટે મેળવવાના હોય છે તેનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. પહેલા બાળકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો બાદમાં SMC ના સભ્યોના રાજીનામાં અને હવે અપાર આઈડી કાર્ડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શિક્ષણને લગતા લાભનો બહિષ્કાર..
મહીસાગર જિલ્લામાં આદિવાસીઓએ જાતિના દાખલા બાબતે આંદોલન શરુ કર્યું હતું, જે બાબતે ઘણો સમય વીતી ગયો હોવા છતાં તેની માંગણી સ્વીકારવામાં આવી નથી. ત્યારે હવે ના છુટકે અપાર આઈડી કાર્ડ જે આધાર કાર્ડ સાથે અપડેટ કરવામાં આવે છે. અને તેના થકી સરકારી લાભ મેળવવામાં આવતો હોય છે. જેનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.
લેખિતમાં રજૂઆત..
ખાનપુર તાલુકાના આદિવાસીઓના આદિજાતિના દાખલાના મામલે ચાલી રહેલ લડતમાં અપાર આઈડી મામલે ગ્રામજનો દ્વારા લેખિત આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાયો છે. ગ્રામજનો દ્વારા હવે બાળકોને શિક્ષણને લગતી કોઈપણ સહાય કે કોઈપણ સરકારી લાભ જોઈતો નથી તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.











