સાબરકાંઠા: વર્તમાન સમયમાં સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટસ સ્ટેડિયમ દ્રારા છેલ્લા 10 વર્ષથી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના ખેલાડીઓને રમત- ગમત ક્ષેત્રે અવસરનુ આંગણું મળ્યું છે. જેનો ભરપુર લાભ સાબરકાંઠાના ખેલાડીઓ લઈ રહ્યા છે અને રાષ્ટ્રકક્ષાએ સાબરકાંઠાને ગૌરવ અપાવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સાબરકાંઠાના વિજયનગરના એક નાનકડા ગામ ભાંખરાના ખેડૂત ભુરાભાઇ અસારીની દિકરી નિરમાએ લાંબી કુદમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, નેશનલ એથ્લેટીક સ્કૂલ ગેમ્સ,ખેલ મહાકુંભ, અંડર 20 ફેડરેશન કપ સહિત રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
નિરમાએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે આવનારા દિવસોમાં તે પોતાના ગેમ્સમાં વધુ બહેતર બનાવાનો પ્રયાસ કરી છે અને તેના માટે મહેનત કરી સમાજનું અને દેશનું નામ રોશન કરશે. હાલમાં પરિવારમાં ખુશીનો માહોલ હોવાનું તેમના નજીકના સુત્રો જણાવી રહ્યા છે.