વલસાડ: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી પ્રાઇવેટ યુનિવર્સિટી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં પણ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ અટકાવવાની જાહેરાત કરી હતી. જેના વિરોધમાં ABVPએ વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં આવેદનપત્ર પાઠવી નવો પરિપત્ર રદ્દ કરવામાં આવે તેવી માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ, 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં પણ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28 મી ઓક્ટોબર 2024ના રોજ જાહેર થયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનાર ST-SC વિદ્યાર્થીઓને શિષ્યવૃતિના હકદાર નહિ રહે તેવી જાહેરાત કરવામાં આવી છે. જે ખૂબ જ ગંભીર વિષય છે.