કપરાડા: ગતરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજીએ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ત્યારે, તાલુકા અમલીકરણ સમિતિ, કપરાડા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવ-2024નું શુભારંભ કર્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે તાલુકા પંચાયત કપરાડા પ્રમુખ શ્રી હીરાબેન માહલા, લુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ફુલજીભાઈ ગુરવ, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ખેતીવાડી અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.આ મહોત્સવમાં ખેડૂતોની આવક વધે તે હેતુ સાથે રવિ પાક વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ શ્રી અન્ન મિલેટ અંગે માહિતી અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની માહિતી આપવામાં આવશે. આ મહોત્સવ દ્વારા રાજ્યના ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, નવીન ટેક્નોલોજી અને સહાય યોજનાઓ દ્વારા આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા કપરાડાના ખેડૂતોને જણાવ્યું કે ગુજરાત સરકારનો આ પ્રયાસ રાજ્યને કૃષિ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડશે અને ખેડૂતોના સર્વાંગીણ વિકાસ માટે પાયાનું કામ કરશે. આવનારા દિવસોમાં આદિવાસી ખેડૂતોની સ્થિતિ બહેતર થવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.