ભરૂચ: ગતરોજ ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ડેટોક્ષ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત થયા હતા. આ ઘટનાના સમયે હું અને ધારાસભ્ય શ્રીઓ અગત્યના કામ થી દિલ્હી હતા, પરંતુ કલેકટર તથા જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરી ઘટનાની તપાસ કરી ને મૃતકોના પરિવારને સાંત્વના આપવા તથા યોગ્ય વળતર આપવા જણાવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તથા આગેવાનો, અધિકારીઓ, પ્રાંત શ્રી, મામલતદાર શ્રી, જીપીસીબીના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે ડેટોક્ષ કંપનીમાં ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારબાદ મૃત્યુ પામનારના બે પરિવારને મળી સંતાવનાં આપી, બાકીનાં બે પરિવાર વતનમાં છે. આ તમામ ચારે પરિવારને તાત્કાલિક 30-30 લાખનું વરતળ આપવા જણાવ્યું. ત્યાર પછી પણ કોન્ટ્રાક્ટ તથા કંપની તરફથી બીજી સહાય પણ મળશે. ચારે મૃતકોના પરિવારના સભ્યોનું ધ્યાન રાખવા આ વિસ્તારનાં આગેવાનોને પણ જણાવ્યું. આની ગંભીરતાપૂર્વક નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી થાય જે બાબતે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું.

ડેટોક્ષ કંપનીની જેમ પાનોલી જીઆઈડીસીમાં જે.બી.ફાર્મા કંપનીમાં કર્મચારીનું ગેસ ગળતરનાં કારણે મૃત્યુ થયું. જે મરનાર યુવાન દેડિયાપાડા તાલુકાના ચિકદા ગામના હતા, કંપનીના પ્રોડક્શન વિભાગમાં નાઈટ શિફ્ટમાં તેઓ નોકરી પર હતા જ્યાં સળંગ ૪૮ કલાક ડ્યૂટીના કારણે માનસિક રીતે તણાવગ્રસ્ત હતા. મારી અને જીલ્લા વહીવટી તંત્રની રજૂઆતને ધ્યાનમાં લઈને ડેટોક્ષ કંપનીનાં મૃતકોને પરિવાર દીઠ 30 લાખ રૂપિયા અને ચિકદાનાં મૃતકના પરિવારને ૨૧ લાખ રૂપિયા સહાય રૂપે આપવામાં આવ્યા. ભરૂચ જિલ્લાની ઘણી બધી જીઆઈડીસીમાં આવી નાની મોટી ઘટનાઓ ઘટતી હોય છે. ભવિષ્યમાં આવા પ્રકારની ઘટનાઓ ના ઘટે એના માટે ભારત સરકાર અને રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here