ચીખલી: નવસારીના ગામોમાં રાત્રિ સમય દરમ્યાન અનેક ગામો માં દીપડાઓ રસ્તા પર લટાર મારતા ફોટા અને વીડિઓ સોશ્યલ મીડિયામાં વહેતા થયા હતા. ચીખલી, વાંસદા ના ગામોમાં દીપડાએ બે ત્રણ દિવસોના અંતર પર ત્રણ લોકો પર જીવલેણ હુમલાઓ કર્યા હતા. ત્યારે ગત રાત્રીના સમય 1.30 થી 02 વાગ્યાના અરસા માં ચીખલીના રાનવેરીકલ્લાના (જુનાવાડા ફળિયા)માં રહેતા સંદીપભાઈ અમ્રતભાઈ પટેલ ના ઘરે એકસાથે બે વાછરડાનો દીપડાએ ભોગ લીધો હતો.
આ ઘટનાની જાણ ચીખલી ફોરેસ્ટ વિભાગને કરતા તાત્કાલિક દીપડાને પકડવા પાંજરૂ મૂકવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી પણ છતાં આ એક સાથે બે વાછરડાનો શિકાર બનાવતા ગામમાં અને આજુબાજુના ગામોના પશુપાલકો અને ખેડૂતો માં ભયનો માહોલ સર્જાયો છે. કારણકે અગાઉ પણ રાનવેરીકલ્લા, રાનવેરી ખુર્દ, ખરોલી, કંગવઈ, ટાંકલ, વાંઝણા, રાનકુવા, સુરખાઇ,કુકેરી જેવા અનેક ગામોમાં દીપડાને લટાર મારતાં જોયા છે
અગાઉ પણ રાનવેરીકલ્લાના માંહ્યવંસી મહોલ્લામાં વન વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું પણ એ પાંજરૂ બંધ મૂકી જતા વન વિભાગ હાસ્યાસ્પદ બન્યું હતું અને પાંજરૂ તાત્કાલિક વનવિભાગ પરત લઈ ગયા હતા. હવે વન વિભાગે રાનવેરીકલ્લા ગામે દીપડાને પકડવા પાંજરૂ તો મુકી દિધુ છે પણ દીપડાને પકડવાની સફળતા ક્યારે હાથ લાગે એ જોવું રહ્યું અને એક સાથે દીપડાએ બે વાછરડાને મારણ કરેલા વાછરડા ના માલિક ( પશુપાલક)ને વળતર ક્યારે ચૂકવશે એ જોવું રહ્યું.