વલસાડ: આજરોજ વલસાડના ભીલાડ વિસ્તારના વલવાડા ગામમાં એક પતિએ પોતાની પત્ની પર આડા સંબંધનો શંકા રાખીને દિવાલ સાથે માંથી વારંવાર ભટકાડીને તેને જાનથી મારી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ભીલાડના રવિકુમાર હંસરાજ શર્મા નામના વ્યક્તિ જે ભીલાડ વિસ્તારના વલવાડા ગામની ચાલીમાં પોતાની પત્ની પરમિલા દેવી સાથે રહેતો હતો ત્યારે 26 નવેમ્બરના રોજ રાત્રીએ પોતાની પત્ની પર આડા સંબંધ રાખ્યાની શંકાએ મોબાઈલ જોવા માગ્યો પણ પત્નીએ મોબાઇલ ન આપતાં તેની સાથે ઝઘડો કર્યો અને ગુસ્સામાં આવી પત્નીને માર મારવા સાથે તેનું માથું દીવાલમાં ભટકાડવાનું ચાલુ કરી દેતા તે લોહીલુહાણ થઇ ગઈ હતી અને તેને તેવી જ સ્થિતિમાં મૂકી રૂમમાં જઈ સુઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં ચાલી માલિક અને સ્થાનિક લોકો દોડી આવ્યા 108 એમ્બ્યુલન્સ મારફતે પરમિલાને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ સારવાર દરમિયાન સવારે મહિલાનું મોત થયું હતું. ભીલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી પતિ રવિકુમારની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

