ચીખલી: ગતરોજ ચીખલીના ખાંભડા ગામમાં શેરડી કટિંગ કરવા મજુરી અર્થે આવેલી બહેનને અચાનક પીડા ઉપડતાં રાનકુવા PHCમાં ડિલિવરી કરવી પડી હતી ત્યારે આરોગ્યની ટીમે સરાહનીય કામગીરી કરી એક સુંદર બાળકી જન્મ અપાવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ખાંભડા કંણબીવાડ ખાતે ગણદેવી શુગર તરફથી શેરડી કટીંગ માટે આવેલા વંદાબહેનને નવ માસના સગર્ભાવસ્થા હતી. આ દરમિયાન સબ સેન્ટર ખાંભડાના કર્મચારીઓએ 15/11/2024 ના રોજ પડાવની મુલાકાત દરમિયાન આ બહેનને સગર્ભાની નોંધણી કરી અને ધનુરના રશીના ડોઝ બાકી હોવાથી 20/11/2024 ના રોજ મમતા દિવસમાં બોલાવી સગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવતી બધી સેવાઓ આપી અને આ તપાસ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનકુવા ખાતે ડીલેવરી કરવા માટેની સમાજ આપવામાં આવી અને ડીલેવરીની તમામ સેવાઓ મફતમાં મળશે એ માટે સમજ આપી અને 20/11/2024ના રોજ ડૉ. ભાવિની. આર. પટેલ PHC રાનકુવા દ્વારા વંદાબેનની પાડાઉ પર મુલાકાત લેવામાં આવી અને તેમણે PHC રાનકુવા ખાતે મળતી સેવાઓ માટે વંદા બેનને વિસ્તૃત સમજણ આપી અને તા. 22/11/2024 ના રોજ એમને સ્પંદન હોસ્પિટલ ચીખલી ખાતે મફત સોનોગ્રાફીની સેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડીમાં લઈ ગયા હતા.
ત્યારબાદ વંદાબેનને 23/11/2024 ના રોજ સવારે ડિલેવરી નો દુઃખાવો થતાં 7:30AM એ સબ સેન્ટર ખાંભડાના કર્મચારી અને આશાબેનને જાણ કરતાં તેઓએ ડૉ. ભાવિની મેડમને જાણ કરી અને PHCની ગાડીમાં PHC રાનકુવા ખાતે લઈ ગયા અને ત્યાં ડૉ. ભાવિની મેડમ અને તમામ સ્ટાફ ના સહકારથી વંદાબેનને 9:37AM વાગ્યે એક બાળકીને જન્મ આપ્યો. જેનું વજન 2.530kg છે. હાલ તેઓ સ્વસ્થ છે. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સેવાઓ એમને નિયમિત અને ફ્રી માં મળી રહી છે.