વાલિયા: ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં વાલીયા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી જરૂરિયાતમંદ અને ગરીબ લોકોના આંખના નિદાન માટે તપાસ અને ઓપરેશન માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી મુજબ વાલીયા નગરના અને આજુબાજુના ગામના લોકોએ ભાગ લીધો હતો. જેમાં આંખના મોતિયાના દર્દી હોય એવા ૪૨ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો જ્યારે આંખના અન્ય ઓપરેશન વાળા ૧૪ દર્દી, આંખના નંબર હોય તેવા ૧૪૧ દર્દીઓ સહિતના કુલ ૨૧૮ લોકોએ યોજાયેલ કેમ્પનો લાભ લીધો હતો અને યોજાયેલ આંખના મફત નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને આંખના મફત ઓપરેશન માટે સેવારૂરલ હોસ્પિટલ ઝઘડિયા ખાતે લઈ જવામાં આવ્યા અને હાજર કેમ્પમાં જે લોકોને આંખના નંબર હોય તેવા દર્દીઓને નંબર વાળા ચશ્માં આપવામાં આવ્યા હતા અને તેવા દર્દીઓને આંખમાં નાખવા માટેની દવા આપી કેમ્પ નો હેતુ સમજણ આપી હતી તથા અતુલ ફાઉન્ડેશન જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આવા સ્વાસ્થ્ય સંબંધી કેમ્પનો વધુમાં વધુ લાભ મળે તેવા આશયથી સેવા કરતું ફાઉન્ડેશન છે.

સેવારૂરલ હોસ્પિટલ ઝઘડિયાના અનુભવી તબીબોની ટીમ અને અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ કડીવાલા અને દિવ્યકાન્ત જોગ, જયેશભાઇ શુક્લા તથા વાલિયા કોલેજ પ્રિન્સિપાલ શ્રી સહિતનાઓએ અતુલ કંપનીમાંથી આવેલા મહાનુભાવોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો