વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના તીઘરા ગામમાં આવેલ ઉગમણા ફળિયા ખાતે આવેલ ત્રણ રસ્તાને ગામના જાગૃત નાગરિકો દ્વારા બિરસા મુંડા ચોક નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ,મહામંત્રી ઉમેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, કાર્તિક, પથિક, ભાવેશ, ભાવિન, કમલ, અક્ષર, મયુર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે ઇતિહાસકારોના ભેદભાવયુક્ત વલણોને લીધે આટલા મહાન યોદ્ધાનું ઇતિહાસની ગર્તામા ખુબ ઊંડે બિરસા મુંડાજીનું યોગદાન દટાય ગયેલુ હતું. જે આજના હાઈસ્પીડ ઈન્ટરનેટનાં જમાનામાં પાછું લાવવાનું થયું છે. અને આજે ઠેર ઠેર બિરસા મુંડાજીની પૂજાઅર્ચના થઇ રહી છે. બિરસા મુંડાજી જેઓ માત્ર સાડા ચોવીસ વર્ષની ઉંમરે જ અંગ્રેજો સામે લડતાં લડતા શહીદ થયા હતા.
બિરસા મુંડાજી માત્ર આદિવાસી સમાજના જ નહીં આખા ભારત દેશ માટે મહાવંદનીય વિશ્વવિભૂતિ છે.તેથી તેમની પાસે દરેક યુવાનોએ દેશ અને સમાજ માટે અન્યાય વિરુદ્ધ લડતાં શીખવું જોઈએ. આ કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઈ, સવિતાબેન, જનકભાઈ,છનાભાઈ, ઉમેશભાઈ, પ્રવીણભાઈ, ચંપકભાઈ, મહેશભાઈ, ધર્મેશભાઈ સહિતના 200 થી વધારે સંખ્યામા ઉપસ્થિત ગામલોકોએ ભારે જહેમત ઉઠાવી ઉઠાવેલ હતી.