ઉમરપાડા: થોડા મહિનાઓમાં હવે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ઉંમરપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા અને અન્ય કાર્યકરોનું સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Decision News ને મળેલી માહિતી અનુસાર આ યોજનામાં ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઇ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ઉમેદવાર સ્નેહલભાઈ વસાવા અને અન્ય આદિવાસી કાર્યકરો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ઉમરપાડા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. સ્નેહમિલનમાં જણાવ્યા અનુસાર આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી

અગાઉની ચૂંટણીમાં એટલે કે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટી સંગઠનમાં લડી હતી જ્યારે આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડશે તેવી જાહેરાત બહાર આવતા એક નવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here