ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે ખાતે અજય વસાવાના સ્મરણ અર્થે એ.જી કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 25 ટીમોએ ભાગ લીધો‌ હતો‌ જેમાં કુલ 375 રમતવીરોએ ખેલદિલી પુર્વ ભાગ‌ લીધો હતો.

ફુટબોલ એક એવી રમત છે,જે વિશ્વની સૌથી મોટી રમત છે Decision news ને મળેલી માહિતી મુજબ ઉમરપાડા તાલુકામાં રમતગમત અંગે જો સંકુલ બનાવવામાં આવતો તો ઉમરપાડા તાલુકા ને વિશ્વ ફલક પર નામ રોશન કરી એવી સક્ષમતાઓ ધરાવે છે, સ્પર્ધામાં વિજેતા નંદુરબાર એફ.સી મહારાષ્ટ્ર બની અને બલાલકુવા એફ.સી રનઅપ બન્યા હતા.

કાર્યક્રમમાં જેમા ઉપસ્થિત મુખ્ય મહેમાન તાલુકા પંચાયત પ્રમુખ, ઉમરપાડા રમેશભાઈ વસાવા સાહેબ શ્રી, ના.ઈજનેરશ્રી પાણી પુરવઠા અશ્વિન વસાવા તેમજ સરપંચશ્રી માંડણપાડા સુનીલ ભાઈ. ,ઉમરખાડી સંરપચશ્રી ગુલાબ ભાઈ. ઉમરઝર સંરપચશ્રી પ્રિતેશભાઈ ,ચિતલદા સંરપચશ્રી રાજેશ ભાઈ વસાવા કાર્યક્રમ નું આયોજન ચિતલદા એફ.સી અને યુ.કે એફ.સી દ્રારા કરવામાં આવ્યું.