દાહોદ: ગરબાડા 15 વધુ લોકોએ તલવારથી તાલુકાના ભાજપના મહામંત્રી હિતેશભાઈ સોલંકી પર માથા અને હાથના જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલમાં તેઓ નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
Decision news ને મળેલી માહિતી મુજબ દાહોદના ગરબાડા તાલુકા વિજાગઢ ગામે પોલીસની ભરતી માટે તૈયારી કરતા ગામના વિધાર્થીઓ માટે ગોચર જમીનમાં ટ્રેક બનવા ની દેતા ગામના કેટલા ઈસમોએ બાબતને લઈ હુમલો કર્યો છે. 15 ઉપરાંત લોકોએ તેમના ઉપર તલવાર સહિત હથિયારો વડે હુમલો કર્યો છે. મહામંત્રીને ફોન કરી બોલાવી તલવારના ઘા મારી કર્યા ઘાયલ કરી દીધા હતા.
ભાજપ નેતા હિતેશભાઈ સોલંકીને માથાના ભાગે હાથના ભાગે તલવારના ઘા મારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. હિતેશભાઈ સોલંકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને લઈને હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે.