પ્રતીકાતામ્ક ફોટોગ્રાફ્સ

દાહોદ: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના દાહોદના ધાનપુરમાં ખલતા ગામમાં નોંધાઈ છે ત્યાની ખતલા આશ્રમશાળાના શિક્ષકે આશ્રમમાં ભણતી ૧૬ વર્ષીય આદિવાસી સમાજની વિદ્યાર્થીને શારીરિક અડપલાં કરતા પોલીસમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ધાનપુર તાલુકામાં આવેલ એક આશ્રમશાળાના શિક્ષકે પોતાની રસોઈ બનાવવા માટે શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીને કહી બોલાવી હતી જે 16 વર્ષીય વિદ્યાર્થીની આશ્રમ શાળાના શિક્ષક માટે તેના રૂમમાં તેની સાથે ભણતી તેની કાકાની છોકરી સાથે રોટલા બનાવતી હતી. તે વખતે આ આશ્રમશાળાનો શિક્ષક રૂમની બહાર બેઠો બેઠો પેપર તપાસતો હતો તે વખતે આ જમવા બનાવવા આવેલ વિદ્યાર્થીની તેની સાથે આવેલ તેની અન્ય બહેન કોઈ કામ અર્થે રૂમની બહાર ગયેલ તે વખતે આ શિક્ષકે તે રૂમમાં જઈ રૂમનો દરવાજો અંદર થી બંધ કરી દીધેલ અને આ અભ્યાસ કરતી વિધાર્થીને કહેવા લાગેલ કે મારી સાથે સંબંધ બાંધીશ કે કેમ તેમ કહેતા જ તે વિધાર્થીનીએ ના કહેલ અને તે બાદ શિક્ષક રૂમમાં પાણી પી ને દરવાજો ખોલી રૂમની બહાર નીકળી લોબીમાં ચક્કર મારી આ શિક્ષક ફરીથી પાછો રૂમમાં આવેલ અને આ શિક્ષકનું જમવાનું બનાવતી વિદ્યાર્થીની ઉપર તેની દાનત બગડતા તેને બદ ઇરાદે અચાનક આ વિદ્યાર્થીનીને પાછળથી આવીને પકડી લેતા આ વિદ્યાર્થીએ આમ કરવા ના કહેવા છતાં પણ આ લપટ શિક્ષકે આ વિદ્યાર્થીને બળજબરીથી પકડી રાખતા વિદ્યાર્થીનીએ શિક્ષક થી બચવા માટે બૂમાબૂમ કરતા તેની અન્ય બહેન જે રૂમની બહાર ગઈ હતી તે આવી જતા શિક્ષકે વિદ્યાર્થીનીને છોડી દીધેલ અને તે પછી તે વિદ્યાર્થીની અને તેની બહેન બંને રૂમમાંથી બહાર નીકળી ભાગી ગયેલ અને ત્યાંથી બંને બહેનો પ્રાર્થના રૂમમાં દોડી ગયેલ જે વખતે આ ભોગ બનનાર વિદ્યાર્થીની રડવા લાગતા તેની સાથે આજ આશ્રમશાળામાં અન્ય તેના ભાઈ બહેન પણ ભણતા હોવાથી તેઓ દોડી આવેલ અને તેને રડવા અંગે પૂછતા તેને સાચી હકીકત જણાવતા તેની સાથે ભણતા તેના ભાઈએ આ બનાવની જાણ ફોન દ્વારા તેના ઘરે તેના કાકાને કરતા જ આ વિધાર્થીનીનો પરિવાર જનો આશ્રમ શાળા ખાતે દોડી આવ્યા હતા.

વિદ્યાર્થીની બનાવ અંગે પૂછતા તેને તેની સાથે બનેલી ઘટના તેના પરિવારજનોને જણાવતા આશ્રમ શાળાના શિક્ષકે વિદ્યાર્થીને બદકામ કરવા માટે બદ ઇરાદે આ વિદ્યાર્થીને બોલાવી હોવાથી આ બનાવ અંગેની જાણ ધાનપુર પોલીસ મથકે કરતા ધાનપુર પોલીસે આ બનાવને લઈ છેડતી તેમજ એક્રોસિટી એક્ટ મુજબનો ગુન્હો નોંધી લપટ શિક્ષકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બનાવની જાણ સમગ્ર પંથકમાં થતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ લપટ શિક્ષક ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે