ઉમરપાડા: સુરત જિલ્લાનો ઉમરપાડા પહેલા પણ ઘણી વખત ચર્ચામાં રહ્યું છે પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ ત્યાં ભર બજારમાં જોવા મળતી ગંદકી છે ઉમરપાડા બજારની વચ્ચે વચ્ચે એક નાનકડો કતરડું હોય છે તે કતરડામાં વર્ષોથી લોકો દ્વારા તેમજ તંત્ર દ્વારા કચરો ઠાલવવામાં આવે છે.

જ્યારે તેમાં મળ પણ ઠરાવવામાં આવે છે સમગ્ર પ્રવાહી તેમ જ અનેક પદાર્થો મળીને કોતરડાને હાલમાં એક ગંદા માહોલમાં ફેરવી દેવામાં આવે છે આ કોતરડા ની બાજુમાં અને દુકાનો તેમજ હોટલો પણ આવેલી છે જ્યારે આ પ્રકારની ગંદકી ની બાજુમાં મનુષ્યને જમવાનું મળતું હોય ત્યારે રોગચાળો ફાટી નીકળવાનો તેમજ અન્ય રોગો પણ ફેલાઈ શકે છે નંદા પાણીના કારણે ઘણી વખત મચ્છરો ના કારણે જેવા રોગો પણ થાય છે તેના કારણે સ્વાસ્થ્ય અસર કરી શકે છે

આ પ્રકારની ગંદકી બજારની વચ્ચોવચ હોવું એ યોગ્ય છે કે નહીં અગાઉ પણ આની ફરિયાદ કરી ચૂકાયેલી છે છતાં તંત્ર હજુ સુધી બેભાન અવસ્થામાં સૂતો જોવા મળી રહ્યો છે જો મેરી તકે આનો સમાધાન ના કરવામાં આવે તો ભવિષ્યમાં ઉમરપાડામાં રોગચાળો ફાટી નીકળવાની ઘટના સર્જાઈ શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here