ધરમપુર: ગાંધીવાદી વિચારધારા અને માનવતા ધર્મને અપનાવી સમાજના મુખ્ય પ્રવાહથી દૂર ધરમપુરના “ખોબા” ગામ ખાતે આદિવાસી સમાજના લોકોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવી પાયાની સુવિધા પહોચાડવા પોતાના અથાક પરિશ્રમ અને લોક ફાળાથી ચલાવાતુ સેવા યજ્ઞનું પર્યાય નામ એટલે નીલમભાઈ ખોબા અને તેમની સમગ્ર ટીમ દ્વારા સંચાલિત “લોક મંગલમ વિદ્યાપીઠ..

ઉલ્લેખનીય છે કે દશકાઓથી ચાલી આવેલ આ બીજ આજે 2024 માં એક વટવૃક્ષ બનતું દેખાઈ રહ્યું છે ત્યારે ત્યાંના અને આજુ બાજુના લોકોની આંખોમાં સંસ્થાએ જે નવચેતના જગાડી તે ત્યાં જઈ રૂબરૂ નિહાળીએ તો મુલાકાત લેનારને સ્પષ્ટપણે દેખાઈ આવે, વલસાડ જિલ્લા પ્રશાસનમાંથી દર વખતે નવનિયુક્ત મુલાકાત લેનાર અધિકારીઓ હોય કે અન્ય સામાજિક આગેવાન પ્રથમ તો ત્યાં જવાની જે સુવિધા ઉપલબ્ધ છે એટલી મર્યાદિત સુવિધામાં નિલમભાઈએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી જે પાયાની જરૂરિયાત પહોંચાડવાની કામગીરી કરી રહ્યા તે રણમાં પાણી મેળવવા જેટલું સરળ કહી શકાય.

દેશ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ જ્યારે અહી આવે ત્યારે નીલમભાઈ જેવા વ્યક્તિત્વની વિશેષ નોંધ એટલે લે કારણ તેઓની કામગીરીને તેઓ સોશિયલ મીડિયામાં પહોચાડવા કરતા જરૂરિયાતમંદ સુધી પહોચાડવામાં વધુ માને ત્યારે પ્રકૃતિના ખોળામાં નદી, ઝરણા, ડુંગરો વચ્ચે ગુજરાતની સીમા પર વસેલું આ ગામ અને નિલમભાઈ અને તેમનું કાર્ય સેવાકીય ક્ષેત્રે મારી દૃષ્ટિએ ગુજરાતના મહિપતસિંહ ચૌહાણજીનું સંકુલ, પોપટભાઈ આહીર કે પછી નીતિનભાઈ જાની જેવા પરોપકાર કર્તાની હરોળમાં દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામમાં માનવતાનું પ્રકાશ ફેલાવતા દીપક સમાન કહીએ તો કંઈ ખોટું નથી.

BY: હાર્દિક પટેલ (મહુવા)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here