સેલવાસ: સેલવાસ ખાતે આદિવાસી એકતા પરિષદની માસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 16 નવેમ્બરના રોજ જન નાયક બિરસા મુંડા જન્મોત્સવના કાર્યક્રમની તૈયારી અને પરિષદ સંસ્થાપક અધ્યક્ષ સ્વ. કાલુરામ કાકાની શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

Decision news ને મળેલી જાણકારી મુજબ 16 નવેમ્બરના રોજ જન નાયક બિરસા મુંડા જન્મોત્સવના કાર્યક્રમની તૈયારી બાબતે બેઠકનું આયોજન થયું હતું, રખોલી થી મોટર સાયકલની સાથે આદિવાસી એકતા મહારૈલી અને જન નાયક બિરસા મુંડા ચૌક (કીલવની નાકા) ઉપર જાહેર સભા આયોજન માટે ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જન નાયક બિરસા મુંડા જન્મોત્સવના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તેમજ આદિવાસી સ્થાનિય સમાજ ની હક અધિકાર ની લડાઈ બોર્ડરલેસ થઈને આવાજ બુલંદ કરવામાં માટે વાંસદા MLA અનંતભાઇ પટેલ, ડેડીયાપાડા નાં MLA ચેતરભાઈ વસાવા,આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ. ડો.શાંતિકર વસાવા, આદિવાસી સમન્વય મંચ ભારતનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.સુનિલ પરહાડ, આદિવાસી આગેવાન પોરલાલ ખરતે, તેમજ વલસાડ, નવસારી, પાલધર જીલ્લાના નામી અનામી એવા અને સામાજીક/રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેવાનું કહેવાઈ રહ્યું છે.

આ બેઠકમાં આદિવાસી એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ નવીનભાઈ સેદળ, વિનય કુવરા, નવીન વધાત જીતુભાઈ, પ્રમીલાબેન ખરપડીયા, ધર્મેશ ગિંભલ, લક્ષી ધાપસા, નગર પાલિકા પ્રમુખ, નગર પાલિકાનાં કાર્યકારી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, 20 પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સચિવ કૌર કમિટીના સદસ્યો, પરિષદના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here