ઉમરપાડા: ઉમરગોટની આદર્શ નિવાસી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સાંજના જમવામાં રીંગણ બટાકા અને દાળ ભાત જમવામાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અચાનક વિદ્યાર્થીઓની તબિયત બગડતા ટોટલ 45 જેટલા વિદ્યાર્થીઓને ઉમરપાડા ની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને તાલુકા વિકાસ અધિકારી અને પણ સમગ્ર બાબતની જાણ થતા તંત્ર દોડતું થયું હતું. સારવાર બાદ 45 માંથી 33 જેટલા વિદ્યાર્થીઓને પરત ઘરે મોકલી દેવામાં આવ્યા છે જાણકારી અનુસાર શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 10 11 12 માં ભણે છે અને હાલમાં વિદ્યાર્થીઓની પ્રાથમિક પરીક્ષા પણ ચાલુ છે ત્યારે આ પ્રકારની ઘટના સર્જાતા તંત્ર દોડતું થયું હતું.

આવી ઘટનાઓ અગાઉ પણ ગુજરાતની અનેક શાળાઓમાં જોવા મળી છે જ્યારે આ પ્રકારની ઘટના સર્જાય છે ત્યારે તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા થાય છે હાલ સારવાર બાદ કેટલાક વિદ્યાર્થીઓને શાળાએ તેમજ ઘરે પરત રવાના કરવામાં આવ્યા છે પરંતુ પરીક્ષાના અંતર્ગત તેઓને સમયસર પરીક્ષામાં બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here