સુરત: યશ બોરાની નામના આરોપીએ કોઈ હોટલમાં નહી પણ સુરતના કપલ બોકસમાં 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં પોલીસે આરોપી અને કપલ બોકસના માલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત અને વડોદરામાં સૌથી વધારે કપલ બોકસનો ધંધો ધમધમે છે આ ધંધામાં રૂપિયા કમાવવાની લાલચે સંચાલકો ભાડે જગ્યા આપતા હોય છે,કોફી અથવા કેફેની આડમાં કપલ બોકસ બનાવવામાં આવતા હોય છે,જેમાં કપલ પાસેથી કોઈ આડી પ્રુફ લેવામાં આવતું નથી અને રૂમ ભાડે આપી દેવામાં આવે છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં કપલ બોકસની ભરમાર જોવા મળે છે અને યુવક- યુવતીઓ કપલ બોકસમાં આવતા પણ નજરે પડે છે ત્યારે પોલીસ દ્રારા રેડ કરાય અને કપલ બોકસ ચલાવતા સંચાલકો સામે કાર્યવાહી કરાય છે તે જરૂરી છે.

કપલ બોકસ એટલે શું
કપલ દ્રારા હોટલની જગ્યાએ કપલ બોકસનો ઉપયોગ કરવામાં આવે છે, અંગત પળો માણવા માટે કપલ બોકસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં કોઈ કેફે અથવા તો કોફી શોપીની આડમાં રૂમો બનાવવામાં આવે છે અને તે કલાક પ્રમાણે ભાડે આપવામાં આવે છે. સુરત પોલીસે પહેલા પણ કપલ બોકસમાં રેડ કરી હતી અને બંધ કરાવ્યા હતા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here