ડેડીયાપાડા: આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગુજરાત પેટર્નની યોજના અંતર્ગત ડેડીયાપાડા તાલુકાના અલગ અલગ ગામોના 90 જેટલા આદિવાસી લાભાર્થીઓને કુલ રૂ.3,27,600/- ની તાડપત્રીઓની સહાય આપવામાં આવી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંજયભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયત માજી.પ્રમુખ શ્રી શંકરભાઈ વસાવાની ઉપસ્થિતીમાં અલગ અલગ ગામોના 90 જેટલા આદિવાસી લાભાર્થીઓને કુલ રૂ.3,27,600/- ની તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ડેડીયાપાડાના તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્યો તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી જગદીશભાઈ સોની, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યેશ વસાવા ની હાજરીમાં તમામ લાભાર્થીઓને તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.