વાંસદા: ગતરોજ વાંસદાના અંક્લાછ ગામ ખાતે અંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ નિમિતે મહિલા ખેડૂત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફોઉંન્ડેશન ટ્રસ્ટ, એરિઆ મેનેજર અનિક્ષા ગામીત, અને કોહેઝન ફાઉન્ડેશનની ટીમ, તથા આ જ સંસ્થાના પ્રોત્સાહનથી બનેલ ઉજાસ મહિલા ખેડૂત સંગઠન દ્વારા કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં વાંસદા,ખેરગામ, ચિખલી તેમજ ધરમપૂર તલુકાના ૪૫૦ મહિલા ખેડૂતો પોતાનો આ દિવસ ઉજવવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કાનૂની સેવા અથોરિટી- નવસારીના સચિવ જજ શ્રી.જિમી મહેતા અને એડવોકેટ અર્ચના વ્યાસ, કે જેમણે મહિલા અને જમીન માલિકી તેમજ મહિલાઓને લગતા કાયદાઓથી અવગત કર્યા, તાલુકા ખેતી વિભાગના વિસ્તરણ અધિકારી શ્રી.કુંજલભાઈ ગાંગોડા અને સંજયભાઈ ગાંવિત ઉપસ્તિત રહ્યા હતા. જેમણે વિભાગીય યોજનાઓ અને ટકાવ ખેતી બાબતે જાણકારી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી થી નિતલબેન પટેલ (વૈજ્ઞાનિક) કે જેમણે ખેતી સાથે જોડાયેલ ગૃહ ઉદ્યોગ થકી આજિવિકા મેળવી શકાય તેના ઉદાહરણ સાથે તેમના અનુભવો દ્વારા ઉપસ્થિત મહિલા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. આમ ઉપસ્થિત મહિલા ખેડૂતો એ હું પણ એક ખેડૂત છું” ના ગર્વ સાથે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પરંપરા ગીતો અને નૃત્ય સાથે આ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here