છોટાઉદેપુર: ઓક્ટોબર મહિનામાં લેવાયેલ વન રક્ષક ની શારિરીક કસોટી પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં વન સંરક્ષક ભરતી માટેના લેખીત પરીક્ષા ઉત્તીર્ણ ઉમેદવારોને જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારાની શારિરીક કસોટીની તૈયારી ઓ માટે છેલ્લા આઠ મહિનાથી તાલીમ અપાઇ રહી હતી અને ઓક્ટોબર મહિનામાં લેવાયેલ શારીરિક પરિક્ષા બાદ સમીક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

આ બેઠકમાં Decision News ને મળેલી માહિતી મુજબ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ૨૭ જેટલા ઉમેદવારો તથા શારીરિક પરિક્ષામાં સફળતા પ્રાપ્ત નહીં કરી શકનાર તમામ ઉમેદવારો સહિતના દરેકનું વિશ્લેષણ કરીને સફળતા પ્રાપ્ત કરનાર ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ અન્ય ઉમેદવારોને આવનાર ભરતીઓમાં વધુ મહેનત કરી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. યોજાયેલ સમીક્ષા શિબિરમાં નાયબ વન સંરક્ષક શ્રી છોટા ઉદેપુર શ્રી વી.એમ.દેસાઈ, આરએફઓ પણ આ તબક્કે ઉપસ્થિત રહી ઉમેદવારોને સમાજમાં એકેડેમી ઊભી કરી દરેક સમાજના યુવાનો આર્થિક સામાજિક ક્ષેત્રે આગળ વધી પરિવાર,ગામ,જિલ્લાનું નામ રોશન કરો અને સ્માર્ટ મહેનત કરી દરેક જોબમાં સફળ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ફોરેસ્ટની જોબ સારી અને શુદ્ધ ઓક્સિજન મેળવી સ્થાનિક લોકો જ પ્રકૃતિને બચાવશે તો પર્યાવરણ બચશે સાથે તેમ જણાવી અને સૌથી સારી નોકરી ગણાવી હતી.

આ પ્રસંગે નિરંજનભાઈ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા, એક્સ આર્મી માનસિંગ ભાઇ રાઠવા, સોમાભાઈ રાઠવા, ચંપાબેન રાઠવા, ભાયાભાઈ રાઠવા સહિત ઉમેદવારો ઉપસ્થિત ઉમેદવારોને માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા રહ્યા.