માંડવી: સુગર મીલ માંડવીના ખાનગીકરણની વિરુદ્ધ અને ખેડૂતો મજૂરો તથા કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરોના લોહી પરસેવાના નાણાં પરત લેવા “માંડવી સુગર ખેડૂત અધિકાર સંયુકત સમિતિ” બનાવવા પ્રથમ વખત આંદોલન શરૂઆત કરવા બેઠક થશે.

Decision News ને મળેલી માહિતી મુજબ માંડવી સુગરનાં ખાનગીકરણની વિરુદ્ધ અને ખેડૂતો મજૂરો તથા કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરોના લોહી પરસેવાના નાણાં પરત લેવાના અભિયાનને આદિવાસી આંદોલનકારીઓ અખિલ ચૌધરી, એડવોકેટ જીમ્મી પટેલ, સ્નેહલ વસાવા,આશિષ ચૌધરી, અશ્વિન વસાવા, મિત્તલ ચૌધરી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ગામે–ગામ ખેડૂતોને મળીને અને ખેડૂતોને આ અભિયાનમાં જોડવાનું કામ ચાલી રહ્યું હતું હવે આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે સમિતિનું નામ નક્કી કરવામાં આવ્યું છે અને સમિતિમાં ખેડૂતો મજૂરો તથા કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરોના પ્રતિનિધિઓને લઇને એક સંયુક્ત સમિતિ બનાવવામાં આવશે જેના માટે સંમેલનની તારીખ નક્કી કરવામાં આવી છે.

માંડવી ખાતે 23-10-2024 માં રોજ આ સંમેલનમાં મળશે અને ત્યાર બાદ સંયુકત સમિતિનું ગઠન કરવામાં આવશે જેને લઇને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે હવે જોવાનું એ રહ્યું કે આદિવાસી યુવાઓની મહેનત કેટલી રંગ લાવે છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here