ચીખલી: ગતરોજ ચીખલીના ઘેજ ગામના આદિવાસી સમુદાય ના લોકો સાથે ગૌચર ની જમીનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ બાબતે જાતિગત ભેદભાવ કરવા બદલ TDO શ્રી ચીખલી.સરપંચ/તલાટી ગ્રામ પંચાયત ઘેજના ઓ પર એટ્રોસિટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ ચીખલીના ઘેજ ગામની ગૌચરની જમીન માં આવેલ સાઢ પાડા ક્રિકેટ મેદાન માં આદિવાસી સમુદાય દ્વારા ૧૧/૨/૨૪ ના રોજ ટ્રાયબલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જે.રાકેશભાઈ શાંતિલાલ ઘો.પટેલ અને સામેવાળા રાકેશભાઈ નટુભાઈ ( કોળી) પટેલ વચ્ચે વિવાદના કારણે ચીખલીTDO દ્વારા ૧૦/૨/૨૩ ના રોજ પત્ર લખી આદિવાસી સમાજની ટુર્નામેન્ટ અટકાવી દેવા માં આવી હતી અને મેદાન પર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો ત્યાર બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન ન થવા છતાં સામેવાળા રાકેશ ભાઈ નટુભાઈ કોળી પટેલ ( વાઝરી ફ.)ના ઓ ને ક્રિકેટ રમવા બાબતે ચીખલી TDO દ્વારા ૨૪/૫/૨૪ ના રોજ ક્રિકેટ રમવા બાબતે લેખિત પરવાનગી આપવામાં આવી હતી.

આવા જાતિગત ભેદભાવ કરવા બદલ TDO શ્રી ચીખલી ઘેજ સરપંચ શ્રી /તલાટી શ્રી ના ઓ પર એટ્રોસિટી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા DSP સાહેબ શ્રી જી. નવસારી ને રાકેશ કુમાર શાંતિલાલ પટેલ દ્વારા ૧૧/૧૦/૨૪ ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here