કપરાડા: આજરોજ વર્તમાનમાં સતાધારી અને વિરોધ પક્ષના સભ્યોએ તેમનું માન-સન્માન જળવાતું ન હોવાના અને અન્ય ઘણા મુદ્દાઓ પર કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેનની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ આ સામાન્ય સભામાં સતાધારી અને વિરોધ પક્ષના સભ્યોએ તેમનું માનન સન્માન જળવાતું ન હોવા અંગે, સાથે સરકારી દવાખાનામાં તબીબોની ઘટ, અસ્ટોલ, વાસ્મો પાણી પુરવઠા વિભાગ આરોગ્ય, જર્જરિત આગણવાડીઓની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી, નલ સે જલ યોજનાનો લાભ મળ્યો ન હોવાનુ જણાવ્યુ હતુ. તા. પ.ના વિરોધ પક્ષના નેતા ઈશ્વર તુબડા, તા. પ. ના ગ્રુપમાં પાટી લક્ષી માહિતીઓ મૂકવા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મામલતદારની ખાલી જગ્યા, સરકારી દવાખાનામાં તબીબોની ઘટ, મનરેગાના કામોમાં ભેદભાવનો આક્ષેપ, વાડી બેઠકના સીતારામ ભાઈએ તેમના ગામના 8 ફળિયામાં નલ સે જલ નથી, વાસ્મો, અસ્ટોલ અને પાણી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરતા ચાલક ચલાની રમાડે છે. સુખાલા બેઠકના કુંજાલી પટેલે સુખાલામાં જર્જરિત આંગણવાડી, બાબર ખડકમાં જોખમી આંગણવાડી, તાલુકામાં અકસ્માત મોતની ઘટનામાં પી.એમમાં મુશ્કેલી, ગાયનેક તબીબના અભાવે માતા મરણમાં વધારો, અંભેટી બેઠકના સભ્ય વિજય રોહિતએ 8 સભામાં રજૂઆત બાદ પણ આંગણવાડીનો પ્રશ્ન હલ થયો નથી તેવી રજૂઆત કરી હતી.