માંગરોળ: ગતરોજ માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ કરનારાઓને પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થઇ અને પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓમાનો શિવશંકર ચૌરસિયા નામના આરોપીને ગતરોજ બપોરે શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેને સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો ત્યાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ મૃતક આરોપી શિવશંકર ચૌરસિયાનું 11 ઓક્ટોબરે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ફોરેન્સિક પીએમ કરવા માટે તબીબોની ટીમ તથા મામલતદાર, પીઆઈ અને એસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બપોરના અઢી વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને આઇજી પ્રેમવીરસિંહ પ્રેસ-કોન્ફરન્સ કરવાના હતા એ પહેલાં આરોપી શિવશંકરની તબિયત લથડી હતી. આ અંગે LCB પીઆઇ રાજેશ ભટોલે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થતાં બપોરના 1.30 વાગ્યે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. તબિયત બગડવા પાછળનું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે.

સુરત સિવિલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર(RMO) ડૉ.કેતન નાયકે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણવા મળશે. મારા ડોક્ટરે જણાવ્યા મુજબ કાર્ડિયાક એરેસ્ટ હોય એમ લાગે છે, કારણ કે સીપીઆર આપવામાં આવ્યું હતું અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. આરોપીને લાવવામાં આવ્યો ત્યારે તે જીવિત હતો કે કેમ? એ અંગે થોડીવાર વિચારીને કહ્યું કે હા, જીવિત હતો. જીવિત હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here