વ્યારા: તલાટી કમ મંત્રી રૂપવાડા ને જાણ કરવામા આવેલ હતી કે આપ સામાન્ય સભા બોલાવો અને ગ્રામજનો ના પ્રશ્નોનો નિરાકરણ બાબતે. ગ્રામ સભા બોલાવવા માટે તલાટી શ્રીને લેખિત જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પણ તલાટી દ્વારા ગ્રામજનોનો સામાન્ય સભા બોલાવવા બાબતે કોઈ પ્રતિશાદ મળ્યો નથી. દર વખતે સરપંચની તરફેણમાં રહી ગ્રામજનોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. તેથી તલાટીને અમારા ગામમાંથી બદલી આપવામાં આવે અને નવા તલાટી મુકવામાં આવે એવી માંગ ઉઠી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 2 ઓક્ટોબર 2024 ના રોજ તલાટી કમ મંત્રી દ્વારા અમો સભ્યોને એક જ દિવસે સામાન્ય સભા અને ગ્રામસભા ના હાજરી બાબતે સહી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જે આપ શ્રી ને જાણ કરવામાં આવે છે. જો સામાન્ય સભા થઈ અજ ના હોય તો તલાટી પંચાયત ધારા નિયમ અનુસાર ખોટી રીતે કેમ સહી કરાવે છે.

અવિશ્વાસની દરખાસ્ત માં સરપંચ અને મનરેગાના ટેકનિકલ દ્વારા અમો સભ્ય અને યુવા ગ્રામજનોને દોઢ વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું કે બ્લોક સર્વે નંબર 195 મા મનરેગા દ્વારા પ્લે ગ્રાઉન્ડ પાસ કરવામાં આવ્યું છે. અને અહીંયા આવેલ જે મોટા વૃક્ષો છે એને કાપવામાં આવે. ત્યારબાદ અમો ગ્રામજનોને અંધારામાં રાખી બ્લોક સર્વે નંબર ૧૯૫ સહિત ગામમાં આવેલ માલિકી તેમજ અન્ય જગ્યા પરના તમામ વૃક્ષો કાપી કાયદેસર હરાજી કર્યા વગર તેમજ જિલ્લા કે તાલુકા માથી અધિકૃત વ્યક્તિની પરવાનગી વગર વૃક્ષોનું નિકંદર કરવામાં આવ્યું. એક વર્ષ બાદ અમે હિસાબમાં ગયો પંચાયતના સરપંચ તથા તલાટી દ્વારા તો અમોને આ બાબતે કોઈ સ્પષ્ટીકરણ આપી રહ્યા નથી. તેમજ સરપંચ અને મનરેગાના તે સમયના ટેકનિકલ દ્વારા ગ્રાઉન્ડ મંજૂર ન થતા અમોએ સરપંચ ને પૂછતા સરપંચ પાસે આ બાબતે કોઈ ચોક્કસ જવાબ ન મળતા. અમોએ આરટીઆઇ દ્વારા માહિતી માગેલ હતી. એમાં પણ અમોને ચોક્કસ માહિતી ન આપી. તેથી અમે અમારા સમાજના સામાજિક કાર્યકર એવા તર્કકુમાર જીતેન્દ્રભાઈ ચૌધરી રહે વ્યારા ને જાણકારી હતી.
ત્યારબાદ તેઓએ અમોને આરટીઆઈ થકી માહિતી પ્રાપ્ત કરી અમોને અમારા ગામની માહિતી આપી હતી. ત્યારબાદ જોતા અમો ગ્રામજનોને જણાઈ આવ્યું કે અમને અંધારામાં રાખી સરપંચ અને તલાટી દ્વારા પંચાયતમાં ગેર નીતિ કરવામાં આવેલ છે. લાકડા કપાઈ ગયા છે. આર.ટી.આઈ દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે. તેમાં દર્શાવેલ(5,44,205) રકમ ના ત્રણ ગણા રૂપિયા નો ભ્રષ્ટાચાર થયેલ છે. પરંતુ તે દ્વારા થતી આવક સ્વભંડોળમાં કોઈ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ નથી.

માહિતીમાં જોતા
1. લાકડા કાપવાનો ઠરાવ 20/12/2022 ના રોજ થયો હતો જેમાં ફક્ત તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રીની જ સહિ છે અમો સભ્યોની સામાન્ય સભામાં કોઈ પ્રકારની સહી કે જાણ કરવામાં આવેલ નથી.

2. 20/12/2022 ના રોજ થયેલ ઠરાવમાં જે સહી છે એ તારીખ
31/01/2023 ના રોજ થયેલ છે જે નકલમાં જણાઈ આવે છે
પંચાયત ધારાના વિરુદ્ધમાં અન્ય સભ્યોને જાણ કર્યા વગર આ ઠરાવ કરવામાં આવેલ છે

3. માહિતીમાં જોતા 06/04/2023 ના રોજ સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી દ્વારા મામલતદાર શ્રી ને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં ગ્રામ પંચાયતની ગોચર વાળી જમીનમાં લાકડા કાપવા બાબત. ત્યારબાદ 17/04/2023 ના રોજ મામલતદાર શ્રીએ જરૂરી પુરાવાઓ દિન 3 મા પંચાયતના જરૂરી પુરાવાઓ લઈને સર્કલ ઓફિસર ખાતે રૂબરૂ હાજર રહેવા સરપંચને લેખિત પત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરપંચે 13/06/2023 ના રોજ અધુરા પુરાવા સાથે મામલતદારને જરૂરી નકલો આપી હતી. ત્યારબાદ મામલતદાર શ્રી ને અધુરા પુરાવા જણા હતા કોઈ પ્રકારની ઝાડ કાપવાની પરવાનગી આપેલ નથી. જે આરટીઆઈ થકી માંગેલ માહિતીમાં પણ જણાઈ આવે છે. જેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સરપંચને કોઈ પ્રકારની પરવાનગી આપવામા આવી નથી. તે છતાં ગેરકાયદેસર પર્યાવરણને તેમજ ગ્રામજનોને આર્થિક રીતે નુકસાન પહોંચાડેલ છે.

4. આરટીઆઈ માં માહિતી જોતા ખોટા જાહેર હરાજી ના પુરાવા રજૂ કરવામાં આવેલ છે. જેમાં 23/02/2023 ના રોજ હરાજી માટે વેપારીને બોલાવ્યા હતા જેના પુરાવા બીડાન કરેલ છે. જો મંજૂરી આપવામાં આવેલ જ નથી તો હરાજી પંચાયત ધારા ના કયા નિયમ અનુસાર કરવામાં આવી છે!

5. મામલતદાર શ્રી ને ઝાડ કાપવા બાબત ની મંજૂરી મેળવવા 06/04/2023 ના રોજ અરજી કરી હતી. અને હરાજી 23/02/2023 ના રોજ ગેરકાયદેસર બોલાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here