નર્મદા: ગુજરાતના મુખ્યમંત્રી નર્મદાના વધામણા કરવા આવ્યા હતા ત્યારે તેમને પ્રજા પૂછી રહી છે કે દાહોદ જિલ્લામાં છેલ્લા 15 20 દિવસ પહેલા એક પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા એક બાળકી સાથે દુષ્કર્મ કરી અને એને મોતને ઘાટ ઉતારી દીધી જે RSS જોડે સંકળાયેલા હતા તો તે બાળકીના પરિવારની મુલાકાત લેવા તમે ક્યારે જવાના છો ?

નર્મદા ડેમના વધામણાની અત્યારની વાત છોડો પણ ગયા વર્ષે તમે લાખો ક્યુશેક પાણી છોડી અને ઘણા બધા ખેડૂતો આજે જમીન વિહોણા થઈ ગયા છે ઘણા બધા લોકો આજે ઘરવિહોણા થઈ ગયા છે જે પશુ પાલકો હતા. એમના પણ ઘણા બધા પશુઓ આ નર્મદા નદીમાં તણાઈ ગયા ઘણા બધા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું પણ તેમ છતાં આજે એક વર્ષથી પણ ઉપર થયું એમને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી એનું શું ?

ડબલ એન્જિનની સરકાર ના મુખ્યમંત્રીને પ્રજાના થોડા પ્રશ્નો છે કે નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે નર્મદા નદીનું પાણી છે એ ખેડૂતોને મળતું નથી એ ક્યારે મળશે ? આજે શાળાઓમાં શિક્ષકો નથી એક શિક્ષકથી શાળાઓ ચાલે છે એવા બાળકોને શિક્ષકો ક્યારે મળશે આજે આપણા રાજ્યમાં શિક્ષિત યુવાઓ બેરોજગાર છે એમને રોજગારી ક્યારે મળશે? આજે નર્મદા ડેમમાં આજુબાજુ વિસ્તારના ખેડૂતો ની જમીનો છીનવાઈ ગઈ તો એમને યોગ્ય વળતર અને જમીનની સામે જમીન ક્યારે મળશે ? આજે બરોડામાં પૂરની સ્થિતિ સર્જાઈ ઘણા બધા ઘરોમાં પાણી ભરાઈ ગયું તેમ છતાં આપણા ડબલ એન્જિનના મુખ્યમંત્રીએ કોઈ દિવસ એમને મુલાકાત નથી લીધી એમને ક્યારે ન્યાય મળશે ? આજે ગુજરાતના રોડ રસ્તા ની હાલત તમે જુઓ આજે નિર્દોષ લોકો આ ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામે છે તો આ રોડ રસ્તા ક્યારે સરખા થશે ? ત્યારે તમે મોન કેમ છો ?