વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદભાઈ ઠાકોરભાઈ પટેલ પર દીપડાએ આજ રોજ વહેલી સવારે હુમલો કર્યો હતો, જેમને સારવાર માટે વાંસદાની શ્રી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. વાંસદા પંથકમાં દીપડા પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે ફરી બનેલ ઘટનાએ લોકોને ભયના ઓથાર હેઠળ લાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં થયેલ હુમલા બાળકીઓ પર હતા જ્યારે આ વખતે પુખ્યવયના વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કર્યો છે.
અગાઉ પણ ઉપસળ અને મોટી વાલઝર ગામે બે બાળા ઉપર દીપડાએ હુમલો કરતા વન વિભાગ હરકતમાં આવી દીપડાને પકડવા માટે કેમેરા, વાયરલેસ કેમેરા, ટ્રેક કેમેરા લગાવી દક્ષિણ ગુજરાતની નિષ્ણાત વન વિભાગની ટીમે દીપડાને રેસ્કયું માટે 17 ટીમ કામગીરી કરી રહી છે ઉપસળ ગામના નિશાળ ફળિયા માંથી અમ્રતભાઈ ધનજીભાઈ ના ઘર નજીકથી ગત રોજ વહેલી સવારે આશરે 04.30 કલાકે દીપડો વન વિભાગના પાંજરામાં પુરાયો હતો ત્યાર બાદ અને વાંસદા તાલુકા ના મોટી વાલઝર ગામ ખાતે ખેતરમાંથી દીપડો મૃત હાલતમાં મળ્યો હતો
આ જે ટૂંકાગાળા ના દિવસો માં ત્રણ હુમલાઓ થયા છે ત્યારે આ ત્રણેવ ઘટના ના ગામો નજીકનાં છે અને વન વિભાગે દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે એક દીપડાને ઉપસળ ગામે થી ધરપકડ કરવામાં આવ્યો હતો અને વાલઝર ગામે એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે આજ રોજ ત્રીજો હુમલો થયો છે ત્યારે હજીપણ કેટલા દીપડાઓ હસે આવી લોક ચર્ચા થઈ રહી છે અને હવે લોકો માં ડરનો માહોલ વધતોજ જઈ રહ્યો છે

